

પરિચય


શ્રી કચ્છ સૌરાષ્ટ્ર વડનગરા મંડળમાં આપનું સ્વાગત છે!
મૂળ કચ્છ-સૌરાષ્ટ્રના, પરંતુ વિવિધ કારણોસર અમદાવાદ આવીને વસેલા નાગર પરિવારોને એકમેક સાંકળી રાખવાના હેતુથી આ મંડળ રચાયું છે.
છેક ૧૯૩૦માં રચાયેલું આ મંડળ ભારતનાં સૌથી જૂનાં મંડળોમાંનું એક છે.
જ્ઞાતિના દૂરંદેશી વડીલો દ્વારા કચ્છ – સૌરાષ્ટ્રમાંથી વ્યવસાય કે નોકરી – રોજગાર માટે વતનમાંથી અમદાવાદ આવીને સ્થાયી થયેલ મૂળ કચ્છ – સૌરાષ્ટ્રના વડનગરા નાગર પરિવારોને એકબીજા સાથે સાંકળી રાખવા, પ્રસંગોપાત એકત્રિત કરવાના તથા જરૂરિયાતના સમયે એકબીજાને મદદરૂપ થવાના ઉદ્દેશ સાથે ઇ. સ. ૧૯૩૦માં આ મંડળની સ્થાપના કરવામાં આવેલ.
ભારતભરમાં આપણી જ્ઞાતિની જુદી જુદી સંસ્થાઓમાં જૂની તથા ‘જ્ઞાતિ સેવા એ જ પ્રભુ સેવા’ના ઉદ્દેશને ચરિતાર્થ કરતી આપણી આ સંસ્થા આજે તેના મજબૂત સંગઠન અને જ્ઞાતિજનોને ઉપયોગી થવાના તેના પ્રયત્નોને કારણે આપણી જ્ઞાતિ સંસ્થાઓમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે.
શ્રી કચ્છ સૌરાષ્ટ્ર વડનગરા નગર મંડળ, અમદાવાદ ગુજરાત રાજ્ય (ભારત)ના કાયદા હેઠળ જાહેર ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે નોંધાયેલ છે. મંડળ તેના ઉદ્દેશ્યોને વ્યાખ્યાયિત કરતા યોગ્ય માળખા સાથેનું લેખિત બંધારણ ધરાવે છે.
મંડળની મુખ્ય પ્રવૃત્તિઓ નીચે મુજબ છેઃ