

પ્રવૃત્તિઓ
મંડળની નિયમિત પ્રવૃત્તિઓ
મંડળ ધોરણ 5 થી 11 સુધીમાં અભ્યાસ કરતાં વડનગરા જ્ઞાતિસંતાનોને આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈને શૈક્ષણિક સહાય આપે છે.
અમદાવાદ જેવા વિશાળ શહેરમાં દુર-દુર વસતા જ્ઞાતિજનો એકબીજાને હળીમળી શકે તે ઉદેશને સાર્થક કરવાના હેતુ સાથે પ્રત્યેક વર્ષે શ્રી હાટકેશ પાટોત્સવ પ્રસંગે સમૂહ ભોજન તથ નૂતન વર્ષ પ્રસંગે સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવે છે.
નવરાત્રિ દરમિયાન બેઠા ગરબા એ નાગર જ્ઞાતિની આગવી ઓળખ છે. આપણા મંડળે પહેલી વાર, સૌરાષ્ટ્રની બહાર બેઠા ગરબા શરૂ કર્યા. છેલ્લાં ૬૦ વર્ષથી દર નવરાત્રિએ, વિવિધ નાગર પરિવારોના નિવાસસ્થાને મંડળ દ્વારા બેઠા ગરબા યોજાઈ રહ્યા છે.
દિવાળીના દિવસો પહેલાં, મંડળ બાળકો, યુવાનો અને વડીલો માટે દસ જેટલી સ્પર્ધાઓનું આયોજન કરે છે. સ્પર્ધાનો હેતુ આપણી જ્ઞાતિનાં બાળકોમાં નાગરી સંસ્કાર સિંચન, યુવાનોમાં આત્મવિશ્વાસ સર્જન અને વડીલોને એકમેકના જીવંત સંપર્ક માટે મંચ પૂરો પાડવાનો છે.
મંડળ દ્વારા વર્ષ દરમ્યાન ધાર્મિક કે કુદરતી સૌંદર્ય ધરાવતા સ્થળે એક દિવસીય પિકનિકનું આયોજન કરવામાં આવે છે.
તેમ જ, દર બે/ત્રણ વર્ષના સમયગાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવે છે.
નાગર પરિવારોનાં લગ્ન કરવા યોગ્ય યુવતી, યુવકોની માહિતી સાથે યુવા ડિરેક્ટરીનું દર ૩ વર્ષે પ્રકાશન કરવામાં આવે છે.
મંડળ પ્રમાણભૂત ઉત્પાદક પાસેથી સારી ગુણવત્તાની સંપૂર્ણ નોટ બુક તૈયાર કરવા અને સમુદાયના વિદ્યાર્થીઓને 50% જેટલા રાહત દરે ઉપલબ્ધ કરાવવાનો પ્રોજેક્ટ પણ હાથ ધરી રહ્યું છે.
જ્ઞાતિના વિદ્યાર્થીઓને ઓછા દરે અભ્યાસ પુસ્તકો મળી રહે એ મંડળે અમદાવાદના એક મોટા પુસ્તક વિક્રેતાઓ સાથે વ્યવસ્થા કરી છે. જે જ્ઞાતિના વિદ્યાર્થીઓને નજીવી રકમની ડિપોઝિટ ભરી પુસ્તકો/ગાઇડ્સ મેળવી શકે છે અને એ પરત કરીને ડિપોઝિટ રીફંડ મેળવી શકે છે. આ માટેનો અન્ય તમામ ખર્ચ મંડળ દ્વારા વહન કરવામાં આવે છે. જ્ઞાતિના વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય પૂરી પાડવા માટેની આ એક અનોખી વ્યવસ્થા છે.
આર્થિક રીતે નબળા જ્ઞાતિ પરિવારોને તેમની જરૂરિયાત પ્રમાણે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે.
કમાનાર વ્યક્તિની અકાળે વિદાય થાય તેવા સંજોગમાં કે સહારો આપે તેવા સ્વજનોવિહોણા અને વડીલ જ્ઞાતિજનોને તથા માનસિક/શારીરિક અક્ષમતાને કારણે કામ કરવા અસમર્થ વડનગરા નાગર જ્ઞાતિબંધુ/જ્ઞાતિપરિવારોને કાયમી મદદ પહોંચતી કરવાના હેતુ સાથે મંડળ દ્વારા આ યોજના શરૂ કરાયેલ છે.
આધારનિધિમાંથી જરૂરિયાતવાળા જ્ઞાતિજનોને લાભ આપવાનું શરૂ કરાયેલ છે.
મંડળ અમદાવાદમાં ‘હાટકેશકૃપા’ નામે જાણીતો 3 બીએચકે ફ્લેટના રૂપમાં સ્થાવર મિલકત ધરાવે છે. શહેરના કે બહારગામના જ્ઞાતિજનો તેનો વિવિધ હેતુ માટે ઉપયોગ કરી શકે છે.
આજના સમયમાં મોંઘી થતી તબીબી સારવારના ખર્ચનેપહોંચી વળવામાં અસમર્થ જ્ઞાતિજનોને મંડળના તબીબી સહાય ફંડમાંથી મંડળ દ્વારા રૂ. 5,000 થી રૂ. 70,000 સુધીની સહાય, અરજદારની આવક અને ખર્ચને ધ્યાનમાં લઈ પૂરી પાડવામાં આવી રહેલ છે.
મંડળ પાસે આશરે રૂ. ૧૫ લાખનું શિષ્યવૃત્તિ ભંડોળ છે જેના વ્યાજમાંથી મંડળ દર વર્ષે બારથી પંદર જેટલા વિદ્યાર્થીઓને વિવિધ શૈક્ષણિક પ્રવાહોમાં ઉચ્ચ કોલેજના અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપે છે.
મંડળ ૧૨મું ધોરણ પાસ કરનાર અને સરકારી માન્યતા પ્રાપ્ત કોલેજ/યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને વિદ્યાર્થીઓને ખૂબ જ નજીવા વ્યાજ દરે રૂ. ૫૦,૦૦૦ સુધીની ઉચ્ચ શિક્ષણ લોન ઓફર કરે છે. આ લોન નિયમોને આધીન, પરત ચૂકવવાપાત્ર રહે છે.
આ લોન માત્ર શ્રી કચ્છ સૌરાષ્ટ્ર વડનગરા નાગર મંડળના સભ્યોનાં સંતાનો પૂરતી મર્યાદિત છે.
ડાઉનલોડ કરો
૩. લોન રિસિપ્ટ

